એક લાખ વષૅ જૂની ગુફઓ : ભીમબેટકા



Ø મધ્યપ્રદેશ ના ભોપાલ નજીક આવેલું ભીમબેટકા તેની ગુફાઓ અને ગુફાની દીવાલો ઊપરના પુરાવતન ચિત્રો માટે જાણીતું છે. આ ગુફાઓ વિક્ષ્વની સોથી જૂની એક લાખ વષૅ પુરાણી હોવાનું મનાય છે. 



Ø પુરાતન કાળના લોકો જ્ઞાન – વિજ્ઞાન , ધમૅ અને અન્ય  ઊપયોગી વાતો પથ્થર પર ટાંકણા વડે ચિત્રો કે સાંકેતિક લિપિમાં લખતાં. આવા ચિત્રો હજારો વષૅ સચવાઇ રહે છે. 



Ø વરસાદ કે અન્ય હવમાનની અસરોથી બચવા આવા ચિત્રો ગુફાઓની આંતરિક દીવાલો પર થતાં. વિક્ષ્વમાં આવી લગભગ ૭૦૦ ગુફાઓ છે. 



Ø ભારતના ભીમબેટકાના ગુફા ચિત્રો સોથી જૂના હોવાનું મનાય છે.



Ø ભીમબેટકામાં કુલ ૧૭૮ ગુફાઓ છે. 



Ø ગુફાની દીવાલ પર તે સમયના લોકાની જીવનશૈલી , પ્રસંગો , નૃત્યો અને પ્રાણીઓનુ નિરપણ થયેલું છે.



Ø કેટલીક ગુફાઓમાં રંગીન ચિત્રો ૩૦૦૦૦ વષૅ જૂનાં હોવાનું મનાય છે. 



Ø ભીમબેટકા વિક્ષ્વ હેરિટેજ સાઇટસમાં સ્થાન પામેલું છે.



Ø વિક્ષ્વભરમાથી પ્રવાસીઓ અને પુરાતત્વશાસ્ત્રીઓ ભીમબેટકાની મુલાકાતે આવે છે.    

2 comments: